ભારતીય શેરબજારોમાં ખૂલતાની સાથે સુસ્તી

શેરબજારમાં દિવસની શરૂઆતમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ −34.49 અંક એટલે કે 0.089% ટકા ઘટીને 38,929.35 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −8.20 પોઈન્ટના ઘટાડા સાથે 11,580.15 પર ટ્રેડ થઇ રહી છે.

બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 7 પૈસાનો ઘટાડો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.93 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.

આજે પણ ઇન્ફોસિસના શેરોમાં સુસ્તી જોવા મળી હતી.ગઈકાલે તેમના સી ઈ ઓ સામે થયેલા આક્ષેપ બાદ પેહેલી વખત ઇન્ફોસિસના ભાવમાં 20% નું ગાબડું પડ્યું હતું અને આજે ન શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જયારે ટાટા મોટર્સ અને યસ બેંકે પણ શરૂઆતમાં 4 % ઘટાડા સાથે શરૂઆત કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here