શેરબજારમાં દિવસની શરૂઆતમાં તહેવારો જેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં દિવસની શરૂઆતમાં જ માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +109.48 અંક એટલે કે 0.28% ટકા વધીને 39,168.31 પર ટ્રેડ થઇ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +31.00 પોઈન્ટના વધારા સાથે 11,635.10 પર ટ્રેડ થઇ રહી છે.
ગુરુવારે શરૂઆતના કારોબારમાં એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, લાર્સન, યસ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, બ્રિટાનિયા, વેદાંતા, રિલાયન્સ, ડો. રેડ્ડીસ લેબ્સ, કોટક મહિન્દ્ર, ટાઇટન કંપની અને આઈશર મોટર્સમાં ઉછાળા સાથે માર્કેટની શરૂઆત થઇ છે. બીજી બાજુ બીપીસીએલ, ગ્રાસિમ, ઓએનજીસી, ભારતી એરટેલ, આઇઓસી, ભારતી ઇંફ્રાટેલ, હીરો મોટકોકર્પ, મહિન્દ્ર્રા અને મહિન્દ્ર, નેસ્લે, ગેલે, વિપ્રોમાં નિરાશા સાથે માર્કેટની શરૂઆત થઇ છે.
આજે પ્રાઇવેટ બેંકોમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. ઓટો શેરમાં પણ ભારે તેજી જોવા મળી હતી.આઇસર મોટર્સ એન્ડ એસ્કોર્ટ્સમાં પણ ભારે તેજી જોવા મળી છે આઇટી શેરમાં પણ ભારે તેજી જોવા મળી હતી