ચંદીગઢઃ ધુરી જિલ્લાના વિસ્તારના ખેડુતોની ત્રણ પેઢીથી શેરડીની ખેતી 1950ના દાયકાથી કરી રહી છે. જો કે બાકી નીકળતી રકમની મંજૂરીમાં વિલંબને પગલે ખેડૂતોને ડાંગર અને ઘઉંના પાક પર પરત ફરવાની ફરજ પડી છે. ભગવાનપુરા સુગર મિલ્સ,ધૂરી પાસેથી રૂ .5.88 કરોડની બાકી લેણાંની મંજૂરી માટે હજુ સુધી 140 જેટલા ખેડુતો આંદોલન કરી રહ્યા છે.
ચાર શેરડી ઉગાડનારા 41 વર્ષીય હરજીત સિંઘ, 40 વર્ષના ભવાન સિંહ, -52વર્ષના નિર્ભય સિંહ અને 54 વર્ષના બહાદુરસિંહે મિલના બોઇલર પર અનિશ્ચિત ભૂખ હડતાલ શરૂ કરી હતી જે બીજા દિવસમાં પ્રવેશ કરી હતી.જોકે,અન્ય લોકો મિલની અંદર વિરોધ કરી રહ્યા છે.
ફેબ્રુઆરી 2019 માં શેરડીના વાવેતરકારોએ ચાલુ સીઝનના રૂ .99.80 કરોડ અને પાછલા વર્ષના રૂ.27 કરોડની મંજૂરી માટે આંદોલન શરૂ કર્યું હતું.ખેડુતોએ રાજ્ય સરકાર અને સુગર મિલના માલિકોએ હાથ મિલાવી લીધો હોવાનો આક્ષેપ કર્યો હતો.
“માલિકો આ રકમ પર વ્યાજ મેળવી રહ્યા છે અને રાજ્ય તેમનું રક્ષણ કરી રહ્યું છે.અમારા આંદોલન દ્વારા સત્તાધિકારીઓને બાકી વેતન ચૂકવવાનું ફરજ પડી, એવા સમયે જ્યારે આશરે 20 ખેડૂતોએ આર્થિક સંકટને લીધે પોતાનું જીવન ખતમ કરવાની ધમકી આપી હતી,” તેમ એક ખેડૂત અવતારસિંહ ભુલ્લહેરીએ જણાવ્યું હતું.
અનિશ્ચિત ભૂખ હડતાલ પર રહેલા લોકોમાં ભવાનસિંહ ગત સીઝન સુધી 42૨ એકર જમીનમાં શેરડી ઉગાડતા હતા. હવે, તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર 42 એકરમાં શેરડીનું વાવેતર કરશે.“મિલ પાસે મારી રૂ.40 લાખ અને રૂ .5 લાખની લેણાંની રકમ બાકી છે. મેં એકર દીઠ રૂ.55,૦૦૦ ના દરે જમીન લીઝ પર લીધી છે. જો હું શેરડીનો પાક ચાલુ રાખું તો હું મૃત્યુને આમંત્રણ આપીશ, ” તેમ ભવાને કહ્યું હતું .
તેવી જ રીતે,43 એકરમાં શેરડી ઉગાડતા હરજીતસિંઘ બાકીના રૂ. 7 લાખની રાહ જોઈ રહ્યા છે.તેણે પણ શેરડી છોડી દીધી છે.તેમણે કહ્યું કે શેરડી એ વાતાવરણને અનુકૂળ છે,પરંતુ તેમની પાસે ડાંગર ઉગાડવા સિવાય કોઈ વિકલ્પ નથી,જેના માટે ખેડુતોને 24 કલાકમાં પૈસા મળે છે.
જિલ્લા કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રદેશના ખેડૂતોએ 2018-2019માં સંગરુરમાં 3,462 હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું.હવે,2019-2020 માં જિલ્લામાં ફક્ત 2000 હેક્ટરમાં પાક ઉગાડવામાં આવે તેવી સંભાવના છે. ધૂરી સુગરમિલ વિસ્તારમાં પણ બાકી રહેલા વિરોધને જોતા શેરડીના પાકમાં 50% થી વધુનો ઘટાડો જોવાશે. “અમે ખેડૂતોને કપાસ અને મકાઈ જેવા વૈકલ્પિક પાક અપનાવવા આગ્રહ કરીશું,” મુખ્ય કૃષિ અધિકારી જસવિંદરપાલ સિંઘે જણાવ્યું હતું.
દરમ્યાન જી.એમ. ભગવાનપુરા મિલના જસવંતસિંહ સંધુએ જણાવ્યું હતું કે શેરડીના ખેડુતો વહેલી તકે તેમનો બાકી નીકળશે.તેમણે ઉમેર્યું,”ખેડુતો અને મિલો આંતર આધારિત છે અને તેમની ચિંતા ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.”