આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 136.31 અંક એટલે કે 0.35 ટકાના વધારા સાથે 39156.70ના સ્તરે ખૂલ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 31.05 અંક એટલે કે 0.27 ટકા વધીને 11613.65ના સ્તરે ખુલ્યો હતો.
દિગ્ગજ શેર્સની વાત કરીએ તો, શુક્રવારે ITC, ઈન્ફોસિસ, SBI, IOC, HDFC બેંક, TCS, બજાજ ફિન્સર્વ અને ICICI બેંકના શેર ગ્રીન સિગ્નલ સાથે ખુલ્યા હતા.તો ઘટાડા સાથે ખુલેલાં શેર્સની વાત કરીએ તો તેમાં ઈન્ફ્રાટેલ, ગ્રાસિમ,ભારતી એરટેલ, એચસીએલ ટેક, ઓએનજીસી, વેદાંતા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ અને એનટીપીસીના શેર સામેલ છે.
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, શુક્રવારે FMCG અને PSU બેંકના વધારાના તમામ સેક્ટર્સ લાલ નિશાન સાથે ખુલ્યા હતા. તો મેડલ, મીડિયા, ઓટો, આઈટી અને રિયલ્ટી પણ સામેલ છે.
પ્રિ ઓપન દરમિયાન શેર માર્કેટ ગ્રીન સિગ્નલ પર હતું. સેંસેક્સ 181.28 અંક એટલે કે 0.46ના વધારા સાથે 39201.67ના સ્તરે હતો. તો નિફ્ટી 65.33 અંક એટલે કે 0.55 ટકાના વધારા બાદ 11646.15ના સ્તરે હતો.
ગત કારોબારી દિવસે શેર બજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયો હતો. સેંસેક્સ 38.44 અંક એટલે કે 0.10 ટકાના ઘટાડા બાદ 38020.39ના સ્તરે બંધ થયું હતું. તો નિફ્ટી 21.70 અંક એટલે કે 0.19 ટકાના ઘટાડા બાદ 11582.40ના સ્તરે બંધ થયું હતું.