સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,210.47 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,866.55 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.જોકે બેન્ક નિફટીને કારણે બજાર ટકી રહેવામાં સફળ રહ્યું હતું
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.04 ટકાની મજબૂતી દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.18 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.03 ટકાનો વધારો દેખાય રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 114 અંક એટલે કે 0.28 ટકાના ઘટાડાની સાથે 40209.63 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 40.30 અંક એટલે કે 0.34 ટકા ઘટીને 11867.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, ફાર્મા, રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોમાં 0.08-1.25 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.17 ટકા ઘટાડાની સાથે 30695.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એફએમસીજી અને પીએસયુ બેન્ક શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, સિપ્લા, કોલ ઈન્ડિયા, ગ્રાસિમ, એચસીએલ ટેક અને ભારતી ઈન્ફ્રાટેલ 0.80-3.17 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ઝિ એન્ટરટેનમેન્ટ, એનટીપીસી, ટાટા સ્ટીલ, ભારતી એરટલે અને બ્રિટાનિયા 0.63-3.26 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, એડલવાઇઝ, દિવાન હાઉસિંગ, આઈડીબીઆઈ બેન્ક અને અમારા રાજા 5.77-4.35 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં રિલાયન્સ કેપિટલ, અદાણી પાવર, બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રિઝ, ગ્લેનમાર્ક અને હુડકો 3.3-1.23 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં શિપિંગ કૉર્પ, એફડીસી, યુનિપ્લાય ઈન્ડસ્ટ્રીઝ, સેન્ટ-ગોબિન અને કિટેક્ષ ગારમેન્ટ્સ 8.68-7.19 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં વિમતા લેબ્સ, ખાદિમ ઈન્ડિયા, એસઆઈએસ, એક્સેલ અને વિંધ્યા ટેલિલાઇન 13.98-5.85 ટકા સુધી મજબૂત થયા છે.