શેરબજારમાં દિવસની શરૂઆતમાં તેજી જોવા મળી છે. જેમાં સેન્સેક્સ 228.43 અંક એટલે કે 0.57% ટકા વધીને 40,514.91 પર ટ્રેડ કરી રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 60.45 પોઈન્ટના વધારા સાથે 11,932.55 પર ટ્રેડ થઇ રહી છે.
શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવો મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 17 પૈસાનો વધારો થયો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 71.80 ના ભાવ પર ખૂલ્યો છે. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 71.97 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આજે બેન્ક નિફટીનો પણ બજારને સાહતો મળ્યો હતો અને લગભગ તમામ બેન્કિંગ શેરોમાં ખરીદારી જોવા મળી હતી આઈ ટી કંપનીમાં પણ શરુઆતી નબળી શરૂઆત બાદ સારી રિકવરી કરી હતી અને ટીસીએસ વિપ્રો એચ સી એલ ના ભાવ વધ્યા હતા.આજે એસ્સાર સ્ટીલ કંપનીનો ચુકાદો પણ અવાનો છે તેને લઈને પણ સરકારી બેંકોમાં તેજી જોવા મળી રહી છે