સપ્તાહના પહેલા કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 40,336.56 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 11,888.05 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.20 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.21 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 44.79 અંક એટલે કે 0.11 ટકાના ઘટાડાની સાથે 40400.36 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 14.70 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 11906 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, એફએમસીજી, આઈટી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં 0.63-0.02 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.41 ટકા ઘટાડાની સાથે 31211.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ અને ઑટો શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, એચયુએલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક અને બજાજ ફાઈનાન્સ 0.67-1.00 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, મારૂતિ સુઝુકી, યસ બેન્ક, હિંડાલ્કો, વેદાંતા અને ટાટા મોટર્સ 1.36-2.40 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં થોમસ કૂક, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, પ્રેસ્ટીજ એસ્ટેટ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને જેએમ ફાઈનાન્શિયલ 4.95-2.55 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં અદાણી ટ્રાન્સફર, એરિસ લાઇફ, એજીએલ, જિંદાલ સ્ટીલ અને એલએન્ડટી ફાઈનાન્સ 2.89-1.06 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં આધુનિક ઈન્ડસ્ટ્રીઝ, સોરિલ ઈન્ફ્રા, શૈલી એન્જીનયર્સ, 8કે માઇલ્સ સૉફ્ટવેર અને ઈન્ડિયાબુલ્સ આઈએનટી 9.53-4.96 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં બીએફ યુટીલીટીઝ, એચઓવી સર્વિસિઝ, ઓમેક્સ, ફ્યુચર માર્કેટ અને એસઆઈએલ ઈનવેસ્ટ 10-5.59 ટકા સુધી મજબૂત થયા છે.