આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 12050 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 91 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.2 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.આજે શેર બજાર ખુલતાની સાથે જ નિફટી,સેન્સેક્સ અને બેન્ક નિફટી ઓલટાઈમ પર ખુલ્યા હતા જોકે ત્યારબાદ થોડી પ્રોફિટ બુકીંગ જોવા મળી હતી.
જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.09 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.27 ટકાની મજબૂતી દેખાય રહી છે.
આઈટી, રિયલ્ટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ અને ફાર્મા શેરોમાં 0.84-0.09 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 32184.35 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. મેટલ, પીએસયુ બેન્ક અને એફએમસીજી શેરોમાં ઘટાડો દેખાય રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 79.62 અંક એટલે કે 0.19 ટકાના વધારાની સાથે 41431.79 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 21.60 અંક એટલે કે 0.18 ટકાની મજબૂતીની સાથે 12186.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેક, ટીસીએસ, ઈન્ફોસિસ, ભારતી ઈન્ફ્રાટેલ અને સન ફાર્મા 0.64-1.47 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં વેદાંતા, ભારતી એરટેલ, ગેલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચયુએલ 0.60-0.92 ટકા સુધી ઘટ્યા છે.
મિડકેપ શેરોમાં ન્યુ ઈન્ડિયા એસ્યોર, ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ચોલામંડલમ, જનરલ ઈન્સ્યોરન્સ અને ક્વેસ કૉર્પ 6.81-3.07 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં યુનિયન બેન્ક, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, પીએનબી, કેનેરા બેન્ક અને ક્રિસિલ 1.46-0.8 ટકા સુધી લપસ્યા છે.
સ્મૉલકેપ શેરોમાં એન્ટ નેટવર્ક, પ્રિકોલ, એક્સિકેડ્સ એન્જિનયર, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ અને નિટ્કો 13.54-4.71 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સ્ટાર પેપર, સિમ્પલેક્ષ ઈન્ફ્રા, આધુનિક ઈન્ડસ્ટ્રીઝ, પીસી જ્વેલર અને ઓરિએન્ટ પેપર 5.78-3.51 ટકા સુધી તૂટ્યા છે.