શેર બજારમાં સુસ્તી: બજારનાક્રિસમસ રજાના મૂડમાં

શિયન બજારો આજે રજાના મૂડમાં દેખાય રહ્યું છે. NIKKEI અને KOSPI સુસ્ત છે. SGX નિફ્ટી પણ લાલ નિશાનમાં દેખાય રહ્યા છે. એશિયામાં ભલે સુસ્તી હોઈ શકે, પરંતુ યુએસમાં વર્ષની અંતમાં તેજી ચાલુ છે. ગઈકાલે ડાઉ, નાસ્ડેક અને એસ એન્ડ પી 500 ની રેકોર્ડ કલોઝિંગ જોવા મળી હતી. નાસ્ડેકનો રેકોર્ડ સતત 9 માં દિવસે બંધ રહ્યો છે. એસ એન્ડ પી 500 નવી ટોચ પર પહોંચ્યો. તે 2013 પછીનું સૌથી શ્રેષ્ઠ વર્ષ હતું. ચીનના ઇમ્પોર્ટ ટૈરિફ ઘટાડવાના નિર્ણયથી બજારમાં તેજી આવી છે. ચાઇના 850 યુએસ ઉત્પાદનો પર આયાત શુલ્ક ઘટાડશે. ચીને 1 જાન્યુઆરીથી આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે.

આ વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત આજે સપાટ થઇ છે. જો કે, મધ્ય અને સ્મોલકેપ શેરો થોડી તેજી આવી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.13 ટકા સુધી વધીને ટ્રેડ કરે છે. ઓઇલ અને ગેસ શેરોમાં પણ આજે સુસ્તી જોવા મળી રહી છે. બીએસઈનો ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.08 ટકાના મામૂલી વધારા સાથે કોરબાર કરી રહ્યું છે.

બજારમાં આજે ફાઇનાન્શિયલ, બેન્કિંગ, આઈટી, ફાર્મ અને રિયલ્ટી શેર દબાણ રહ્યો છે. ઓટો, એફએમસીજી, મેટલ અને મીડિયા શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.06 ટકાની નબળાઈ સાથે 32,320 ની આસપાસ જોવા મળી રહ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 5 અંક એટલે કે 0.01 ટકા સુધી ઉછળીને 41650 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 13 અંક એટલે કે 0.11 ટકાની તેજીની સાથે 12275 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here