અમેરિકા અને ઇરાનના તણાવ વચ્ચે સેન્સેક્સ 375 અંક ઘટ્યો, નિફ્ટી 12120 ની નીચે

સપ્તાહની શરૂઆતના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 41,083.47 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 12,119.45 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.9 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.અમેરિકા દ્વારા ઈરાન પર થયેલા હુમલા બાદ માર્કેટમાં ભારે સાવચેતી જોવા મળી રહી છે આજે નિફટીમાં બેન્કિંગ શેરોમાં રૂપિયો નબળો પડતા ભારે ગિરાવટ જોવા મળી હતી અને 500 પોઈન્ટનો ગાબડું પડ્યું હતું જોકે આઈ ટી શેઓમાં આજે તેજી જોવા મળી હતી

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.21 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.08 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.96 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 375.18 અંક એટલે કે 0.90 ટકાના ઘટાડાની સાથે 41089.43 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 110.70 અંક એટલે કે 0.91 ટકા ઘટીને 12116 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here