ભારતીય શેર બજાર આજે વૈશ્વિક નબળા સંકેતો વચ્ચે નરમ ખુલ્યા હતા અને નિફટી 12,200 નજીક પહોંચ્યો હતો અને સેન્સેક્સ અને બેન્ક નિફટીમાં પણ શરૂઆતી નબળાઈ જોવા મળી હતી.શરૂઆતી ટ્રેડિંગ માં સેન્સેક્સ 41,301.63 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 12,162.45 સુધી ગોથા લગાવ્યા બાદ બજારમાં થોડી રિકવરી પણ જોવા મળી હતી.સવારના સત્રમાં 10:15 વાગે સેન્સેક્સ 41431 અનવે નિફટી 12201 જોવા મળી રહ્યો હતો.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યુ છે.શરૂઆતી કારોબારમાં પ્રવેટ બેંકો પર દબાવ જોવા મળી રહ્યું હતું।આઈ ટી શેરોમાં પણ ખાસ લેવાલી જોવા મળી ન હતી.
ઑટો,એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.35 ટકા ઘટાડાની સાથે 30972.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
જોકે આજે ફિલ્મ રિલીઝ કારોબાર સાથે જોડાયેલી કંપની પીવીઆર,આઇનોએકસ લેઇસર મુક્ત આર્ટ્સના શેરોમાં તેજી જોવા મળી હતી જે છેલ્લા બે સપ્તાહ દરમિયાન રિલીઝ થયેલી કેટલીક ઉમદા ફિલ્મોને આધારિત છે.