નાણાં મંત્રી નિર્મળ સીતારમણ દ્વારા જાહેર કરાયેલા કેન્દ્રીય બજેટને વખોડી કાઢતા સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે નાણાં મંત્રીના બજેટમાં સુગર ઉદ્યોગ કે શેરડીના ખેડૂતોને લાભ થઇ તેવી કોઈ યોજના કે વાતનો ઉલ્લેખ નથી અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોની અપેક્ષા સંતયોશ્વમાં નાણાં મંત્રી નિષ્ફળ રહ્યા છે.
શેટ્ટીએ જણાવ્યું હતું કે અઢી કલાક લાંબી બજેટ સ્પીચ પછી લોકો માટે કોઈ નવી બાબત જાહેર કરવામાં આવી ન હતી.એવું સાંભળવા મળે છે કે લોકો માટે બજેટ સારું છે પણ જ્યાં સુધી ખાંડ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા ખેડૂતોનો સવાલ છે ત્યાં સુધી આ બજેટમાં કોઈ એવી જાહેરાત કરવામાં ન આવી જેનાથી આ ઔદ્યોગને કોઈ રાહત મળે.આ બજેટ એગ્રીલેક્ચર સેક્ટર કે ખેડૂતોને લાભ કરે તેવું મને નથી લાગતું તેમ રજુ શેટ્ટીએ જણાવ્યું હતું .
ખેડૂતોની આત્મ હત્યાના કેસો વધી રહ્યા છે અને ખેડૂતો દેવામાં આવી રહ્યા છે કારણ કે કોઈ નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ટેક્નોલોજી આવી નથી રહી. હવે કૃષિ ક્ષેત્રેનવા રિસર્ચ ડિપાર્ટમેન્ટની જરૂર છે પણ સરકાર આ બાબતમાં કોઈ ધ્યાન પાઇ નથી રહી તેમ રજુ શેટ્ટીએ જણાવ્યું હતું .