ચાલુ વર્ષે માત્ર ભારતમાં જ નહિ પણ ઔન્ડોનેશિયામાં પણ ખાંડનું ઉત્પાદન ઘટવા તરફ છે. પાછલા વર્ષોમાં દુષ્કાળને કારણે,ઇન્ડોનેશિયામાં આ વર્ષે સફેદ ખાંડનું ઉત્પાદન 2 મિલિયન અને 2.1 મિલિયન ટન વચ્ચે જોવા મળી શકે છે આ અંતરને પહોંચી વળવા ઇન્ડોનેશિયા ભાવને સ્થિર રાખવા માટે ખાંડની આયાત કરવાની યોજના બનાવી રહ્યું છે.
ઈન્ડોનેશિયા સુગર એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બુદી હિદાયતે જણાવ્યું હતું કે, “ઘરના વપરાશ માટે દેશ 1.4 મિલિયન ટન કાચી ખાંડ અથવા 1.3 મિલિયન ટન સફેદ ખાંડની આયાત કરી શકે છે.”
તેમણે જણાવ્યું હતું કે બજારમાં ખાંડની અછત ન થાય તે માટે વધારાની સપ્લાય લાવવાની જરૂર છે નહીં તો ઘરના વપરાશકારો ઓદ્યોગિક વપરાશકારો સાથે સ્પર્ધા કરશે. વર્ષ 2020 માં ઘરેલુ ખાંડનો વપરાશ 3.2 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે 2019 માં 3.1 મિલિયન હતો.