શેર બજારમાં ફરી નબળી શરૂઆત: સેન્સેક્સ નિફટી પટકાયા

નબળા વૈશ્વિક બજારમાં નબળાઈના ટોનને કારણે અને કોરોના વાઈરસ ને કારણે ભારતીય બજાર પણ હજુ નબળું ખુલી રહ્યું છે. આજે પણ શેર બજાર લાલ નિશાની સાથે ખુલ્યું હતું અને કેમિકલ સેક્ટરને બાદ કરતા લગભગ બધા સેકટરમાં વેચવાલી જોવા મળતા સેન્સેક્સ આજે 201.94 પોઇન્ટના ઘટાડા સાથે 40,079.26 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે નિફ્ટી 58.10 પોઇન્ટના ઘટાડા સાથે 11,739.80 પર ટ્રેડ કરી રહ્યા છે.

માર્કેટ આગળ જતા વધારે નબળા આપી રહ્યું છે.અને 10:14 પર બીએસઈ 40,027.64 પર ટ્રેડ કરી રહ્યો હતો.એ જ રીતે નિફ્ટી 11,718.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સ પેકમાં એચયુએલ, નેસ્લે ઈન્ડિયા, પાવરગ્રિડ અને એશિયન પેઇન્ટ્સ ટોપ ગેઇનર રહ્યા હતા, જ્યારે સન ફાર્મા, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી નબળા રહ્યા હતા.

ચલણની વાત કરીએ તો સવારના સત્રમાં રૂપિયો ડોલરની સરખામણીએ યુએસ સામે 71.78 પર રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here