આજે ભારતીય શેર બજારમાં ફરી વેચવાલી ઉપર રહેતા બજાર શરૂઆતથી જ નીચે આવી ગયું હતું। અમેરિકી બજાર પમા પણ ગાબડાં પડ્યા બાદ કોરોનાવાઇરસની અસર હવે માત્ર ચીન જ નહિ પણ અન્ય દેશમાં પણ જોવા મળી રહી છે ત્યારે આજના કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 39,674.84 સુધી નીચે ગયો જ્યારે નિફ્ટીએ 11,617.15 સુધી જોવા મળ્યો હતો સેન્સેક્સ અને નિફ્ટીમાં અને બજાર ચાર મહિનાની નીચલી સપાટી પર જોવા મળી રહ્યા હતા
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને ની એસ ઈ પર લગભગ તમામ સ્ટોક રેડ ઝોનમાં હતા
આજે પણ બેન્કિંગ, મેટલ, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.54 ટકા ઘટાડાની સાથે 30142.40 ના સ્તર પર શરૂઆતી કારોબાર કરી રહ્યા છે.
જયારે કેટલાક શેરોમાં શરૂઆતી પક્કડ જોવા મળી જેમાં દિગ્ગજ શેરોમાં સિપ્લા, એચસીએલ ટેક, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટીસીએસ, ગ્રાસિમ અને વિપ્રો ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, એનટીપીસી, ટાઈટન, નેસ્લે ઈન્ડિયા, એલએન્ડટી અને બજાજ ફિનસર્વ વધ્યા છે.
અત્યારે 10.20 વહે નિફટી 101 પોઇન્ટ નીચે 11558 પર ટ્રેડિંગ કરી રહ્યો છે જયારે સેન્સેક્સ 39493 પર ટ્રેડિંગ કરી રહ્યો છે એટલે કે લગભગ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે