અંતે ભારતીય શેર બજાર કોરોનવાઈરસમાંથી આવ્યું છે અને ગયા સપ્તાહની સતત ગિરાવટ બાદ આજે બજારે ફરી છલાંગ લગાવી હતી . સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધારાનો વધારોજોવામાં આવ્યો છે. નિફ્ટી 11350.40 પર છે જ્યારે સેન્સેક્સમાં 480.94 અંકોનો વધારો જોવામાં આવી રહ્યો છે.
આજે શરૂઆતી ટ્રેંડમાં લગભગતમામ સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો અને બજારમાં ખરીદારી પણ જોવા મળી હતી.મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી દેખાય રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.47 ટકા સુધી વધ્યા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.48 ટકાની મજબૂતી આવી છે.
હાલમાં 10: 25 કલાકે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 480.94 અંક એટલે કે 1.26 ટકા સુધી ઉછળીને 38811.23 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે એટલે કે 500 અંક સેન્સેક્સ વધ્યો છે.જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 135.60 અંક એટલે કે 1.21 ટકાની તેજીની સાથે 11350.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
પીએસયુ બેન્ક, આઈટી, એફએમસીજી, ઑટો, ફાર્મા, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી દેખાય રહી છે.રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં શરૂઆતી તેજી જોવા મળી હતી દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેન્ક, રિલાયન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, કોલ ઈન્ડિયા અને યુપીએલ 2.10-3.28 ટકા સુધી વધ્યા છે.ઈન્ડિયાબુલ્સ વેન્ચર, ઈપ્કા લેબ્સ, એજીએલ, હુડકો અને એસ્કોર્ટ્સ 5 થી 10 ટકા સુધી ઉછળા છે.