એફઆરપીની રકમ નહિચૂકવે તો સરકાર નોટિસ પાઠવશે

મહારાષ્ટ્ર રાજ્યની કેટલીક  સુગર મિલોએ આ સીઝનમાં શેરડીના બાકીના નાણાં ચૂકવ્યા નથી, જેના કારણે શેરડીના ઉત્પાદકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે તંત્ર પણ હરકટરમાં આવ્યું છે.અગાઉની સીઝનમાં બાકી વેતનની કાર્યવાહી કરવામાં આવતા વહીવટી તંત્રે સુગર મિલોને નોટિસ ફટકારી છે.

રાજ્યની મિલો માટે આ સિઝન ખૂબ જ મુશ્કેલ બની રહી હતી કારણ કે પૂર અને દુષ્કાળ ખાંડના ઉત્પાદનમાં અડચણ ઉભી કરી છે શેરડીની અછતની  અસર મહારાષ્ટ્રમાં હાલની પિલાણ સીઝન પર પડી છે.અને તેને કારણે ઘણી મિલોએ એવો દાવો પણ કર્યો હતો કે તેઓ આર્થિક અછતથી પીડાઈ રહ્યા છે.

“જો સુગર ફેક્ટરીઓને એફઆરપી મુજબ ચુકવણી નહીં કરવામાં આવે તો સરકાર તેમને નોટિસ ફટકારશે.મોટાભાગની ફેક્ટરીઓ એફઆરપી મુજબ ચુકવણી કરવાની તૈયારીમાં છે.સુગર કમિશનર સૌરભ રાવે  જણાવ્યું છે કે, અમને કોઈ ફરિયાદ મળે તો અમે  ચોક્કસ કાર્યવાહી કરીશું.

મહારાષ્ટ્ર સુગર કમિશનરેટના આંકડા મુજબ, 26 ફેબ્રુઆરી, 2020 સુધી રાજ્યની કુલ 22 ખાંડ મિલોએ કામગીરી બંધ કરી દીધી છે. જેમાં ઓરંગાબાદની 10 મિલો,પુણેમાં 4 મિલો,અહમદનગરમાં 3 મિલો,સોલાપુરની 3 મિલો,કોલ્હાપુરની 1 મિલ અને અમરાવતી જિલ્લાની 1 મિલનો સમાવેશ થાય છે. વર્તમાન ક્રશિંગ સીઝનમાં એકંદરે 143 સુગર મિલોએ ભાગ લીધો હતો.

26 ફેબ્રુઆરી સુધીમાં 447.24 લાખ ટન શેરડી પીસવામાં આવી હતી અને તેમાં 49.23  લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જેની પુનઃપ્રાપ્તિ દર11.01 ટકા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here