યશ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 50000 થી વધારે રકમ ઉપાડવા સામે આજે ભારતીય શેર બજારમાં સવારથી ૐ ધબાઈ નમઃ: જોવા મળ્યું હતું અને સેન્સેક્સ અને નિફટીમાં મોટા ગાબડાં જોવા મળ્યા હતા. યશ બેન્ક પણ આજે 29 % ઘટી ગયો હતો જયારે તમામ બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલી જોવા માલ્ટા શેર બજારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
સવારે માર્કેટ શરુ થતા જ સેન્સેક્સ 1281 પોઇન્ટ નીચે ખુલ્યો હતો અને નિફટી 386 પોઇન્ટ નીચે ખુલ્યો હતો અને બેન્ક નિફટી 1000 પોઇન્ટ નીચે ખુલ્યા હતા। 2020નો આ સૌથો મોટો કડાકો છે.
સરકારી અને પ્રાઇવેટ બધી જ બેંકોમાં આજે ધબડકો જોવા મળ્યો હતો.ઇન્ડુસઇન્ડ બેન્ક તો 911 નો લો પર ટ્રેડ થઇ હતી જયારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પણ 26 રૂપિયા નીચે ટ્રેડ થઇ હતી.આઈસીઆઈસીઆઈ બેન્ક ઓન 478 પર પહોંચી ગઈ હતી.
બેન્કિંગ ઉપરાંત રૂપિતઓ નબળો પડ્યો હોવા છતાં આઈ ટી વેચવાલી જોવા મળી હતી અને લગભગ તમામ સેક્ટરમાં ભારે બીકવાળી જોવા મળી હતી જોકે બજારે થોડી રિકવરી દેખાડી છે પણ તેમ છતાં અત્યારે 10:20 વાગે જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સકેસ 1125 પોઇન્ટ નીચે છે અને હાલ 37345 પર ટ્રેડ કરી રહ્યો છે. જયારે નિફટી 345 પોઇન્ટ નીચે છે અને હાલ 10923 પર ટ્રેડ કરી રહ્યો છે.જયારે બેન્ક નિફટી 1153 પોઇન્ટ નીચે છે અને 27616 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો છે. હજુ સુધી નાણાં મંત્રી તરફથી યશ બેન્કને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી