ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં શેરડીને લઈને અનેક પ્રશ્નો સામે આવ્યા હતા જેમાં દુષ્કાળ અને અતિવૃષ્ટિને કારણે શેરડીના પાકને નુકશાન પણ થયું અને ઘણી મિલોને શેરડી ન મળતા પોતાની પીલાણ સીઝન વહેલી પુરી કરવી પડી હતી.
મહારાષ્ટ્ર સુગર કમિશનરેટના આંકડા મુજબ, 5 માર્ચ 2020 સુધી રાજ્યની કુલ 32 ખાંડ મિલોએ પોતાની પીલાણ કામગીરી બંધ કરી દીધી છે. જેમાંઓરંગાબાદની 11 મિલો,અહમદનગરમાં 8 મિલો,પુણેની 4 મિલો,સોલાપુરની 4 મિલો,કોલ્હાપુરની 3 મિલો અને અમરાવતી જિલ્લાની 2 મિલોનો સમાવેશ થાય છે. ચાલુ સીઝનમાં એકંદરે 143 સુગર મિલોએ પીલાણની કામગીરી ચાલુ કરી હતી. 5 માર્ચ સુધીમાં,477.77 લાખ ટન શેરડી પીસવામાં આવી હતી અને તેમાં 52.94 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જેની પુનપ્રાપ્તિ દર 11.06 ટકા હતો.
દેશની વાત કરીએ તો ભારતીય સુગર મિલ્સ એસોસિએશન (આઈએસએમએ) ના જણાવ્યા મુજબ,1 ઓક્ટોબર 2019 થી 29 ફેબ્રુઆરી 2020 સુધીમાં , 453 સુગર મિલોએ ક્રશિંગ કામગીરી શરૂ કરી હતી (ગયા વર્ષે ચાલતી 520 સુગર મિલોની સામે), 29 ફેબ્રુઆરી 2020 સુધીમાં દેશભરની 68 સુગર મિલોએ તેમની પીલાણની કામગીરી સમાપ્ત કરી દીધી છે.