ભારતીય શેર બજારમાં આજે ફરી સૌથો મોટો કડાકો જોવા મળ્યો હતો અને સેન્સકેસ 1500 પોઇન્ટ તૂટી જતા ઇન્વેસ્ટરોના અબજો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. છેલ્લા 7 મહિનામાં બેન્ક નિફટી પણ સૌથી નીચે આવી ગયો છે. લગભગ તમામ સ્ક્રિપમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે અને દિગ્ગજ શેરોમાં પ્પણ ભારે ગિરાવટ જોવા મળી રહી છે.ન બળા વૈશ્વિક સંકેતો વચ્ચે અમેરિકી અને એશિયન બજારમાં કડાકો જોવા માલ્ટા ટેનીસીધી અસર ભારતીય બજાર પર જોવા મળી હતી.નિફટી પણ 417 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે.
અમતોશુંક્રવારે જ યાસ બેન્કના નિર્ણયથી ભારિતય શેર બજારને ભારે આંચકો લાગ્યો હતો તેમાં આજે ફરી કડાકો જોવા માલ્ટા લગભગ તમામ શેરોઆ 5 થી 15 ટકા નીચે ટ્રેડ થતા જોવા મળી હતી શુક્રવારે યુએસ બજારો ઘટાડા સાથે બંધ થયા હતા.જો કે, ડાઉ નીચલા સ્તરથી 750 અંક નીચા સ્તરે બંધ રહ્યો હતો. શુક્રવારના કારોબારમાં એસ એન્ડ પી 500 અને નાસ્ડેક લગભગ 2 ટકા ઘટ્યા હતા. કોરોના ના મોરચા પર દબાણ છે કે પરિસ્થિતિ નહીં સુધારશે. યુએસમાં એનર્જા શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સારા રોજગારના આધાર પણ પૂરા ટેકો નથી મળ્યો.
કોરોનની પણ વિશ્વભરમાં અસર જોવા મળી રહી છે.આ દરમિયાન ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 40 થઈ ગઈ છે. કેરળમાં તાજેતરમાં 5 કેસ નોંધાયા છે. વિશ્વભરમાં દર્દીઓની સંખ્યા 1 લાખને પર કરી ગઈ છે. ઇટલીમાં 15 કરોડ લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.વિશ્વભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 106,893 છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3,639 લોકોનાં મોત થઇ ગઇ છે. ઇટલીમાં શાળાઓ, જીમ, મ્યુઝિયમ, નાઈટક્લબ બંધ કરવામાં આવી છે. ઇટલીમાં મોતનો આંકડો વધીને 230 પર પહોંચી ગયો છે.
ક્રૂડના ભારે ઘટાડો થતા તેની અસર પણ પડી છે.રિલાયન્સ જેવો શેર પણ એક દિવસમાં 90 રૂપિયા તૂટી જતા બજારને કોઈ સહારો મળ્યો ન હતો હાલ તો બજારમાં ચારે બાજુ વેચવાલી જોવા મળી રહી છે। 10:15 વાગે આ લખાઈ છે ત્યારે સેન્સેક્સ 3090 પર ટ્રેડ કરી રહ્યો છે એટકે 1485 પોઇન્ટ નીચે છે.જયારે નિફટીમાં 10674 પર છે એટલે કે 415 પોઈન્ટનો કડાકો છે.જયારે બેન્ક નિફટી 1100 પોઇન્ટના કડાકા સાથે 26694 પર ટ્રેડ થઇ રહ્યો છે.