COVID-19 રોગચાળાને લીધે સર્જિકલ માસ્ક અને આલ્કોહોલ રબિંગ કરવાથી ઘણા રોગ નિવારણ ઉત્પાદનોની માંગ વધી છે. આ પ્રોડક્ટમાં ડિમાન્ડ વધી જતા ખાંડની મંફમાં પણ વધારો નોંધાયો છે.આલ્કોહોલ બનાવા માટે સુગરનો ઉપયોગમાં કરવામાં આવતો હોવાથી ખાંડના સપ્લાયમાં અછત જોવા મળી રહી છે.
તાઇટુંગ કાઉન્ટીના કૃષિ ક્ષેત્રના અધિકારીએ ખાંડના ભાવમાં વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. ખાંડએ ઘણા ખોરાક ઉત્પાદનોના ઉત્પાદનમાં મુખ્ય ઘટક છે,જેમાં વાઇન અને મરચાંની ચટણીનો સમાવેશ થાય છે.
COVID-19 ફાટી નીકળ્યા પછીથી,આઇસોપ્રોપીલ આલ્કોહોલના ઉત્પાદનમાં ખાંડનો મોટો જથ્થો વપરાય છે,જે એન્ટિમાઇક્રોબાયલ જીવાણુનાશક છે.આને કારણે અન્ય ઉત્પાદનો બનાવવામાં તંગી સર્જાઇ છે, અને ત્યારબાદ વ્યાપારી ખાંડના ભાવમાં 10% નો વધારો થયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક ખાદ્ય ઉત્પાદકોએ વધુ તંગીના ડરમાં ખાંડ સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે.
તાઇવાન સુગર કોર્પોરેશને જણાવ્યું હતું કે તેઓએ તેમની વેપારી ખાંડની કિંમત વૈશ્વિક ભાવોની સાથે રાખી છે.કંપનીએ એમ પણ કહ્યું કે લોકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે નજીકના ભવિષ્યમાં રિટેલ સુગરના ભાવને સ્થિર રાખશે.