ભારતીય શેર બજારમાં હાહાકાર: સેન્સેક્સમાં 2916 પોઇન્ટ અને નિફટીમાં 868 પોઈન્ટનું ગાબડું

આજનો દિવસ કાળો ગુરુવાર બની રહ્યો છે અને છેલ્લા 20 વર્ષનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે.આજે એન એસ ઈ અને બી એસ ઈની તમામ સ્ક્રિપમાં ધોવાણ થઇ ગયું છે અને નિવેશકોના બાજો રૂપિયા ડૂબી ગયા છે.દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસ અને વર્લ્ડ હેલ્થ ઓર્ફેનાઇઝેશન દ્વારા તેને મહામારી જાહેર કરવાની અસર શેર બજારમાં જોવા મળી રહી છે.

વિશ્વના તમામ સ્ટોક એક્સચેન્જમાં પણ આ આજ હાલત જોવા મળી છે અને ડાઉ જોન્સની લઇ તમામ યુરોપ અને એશિયન માર્કેટમાં વેચવાઈનો હાહાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે ગુરૂવારે સવારે બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ હવે બજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઉંધા માથે પટકાયું છે. માર્કેટ બંધ રહ્યું ત્યારે મુંબઇ સ્ટોક એક્સચેંજના 30 શેરો પર આધારિત ઇન્ડેક્સ 2919 પોઇન્ટની નબળાઇ સાથે 32778 સુધી નીચે બંધ આવ્યું છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજ હેઠળ 50 શેરો પર આધારિત સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ 868 પોઇન્ટની નબળાઇ સાથે 9,590 સુધી બંધ આવ્યો છે.જયારે બેન્ક નિફટીમાં છેલ્લા બે વર્ષની સૌથી નીચલી સપાટીએ જોવા મળી રહ્યો છે.બેન્ક નિફટીમાં 2516 પોઇન્ટના ગાબડાં સાથે 23.971 પર બંધ આવ્યો હતો.

આમતો અજેવા લગભગ બે ચાર સંતોકને બાદ કરો તો લગભગ તમામ શેરોની પીટાઈ થઇ ગઈ હતી અને 10 થી 20% નીચે ટ્રેડ થતા જોવા મળ્યા છે. સેન્સેક્સમાં હાલ એચડીફસી, નેસ્લે ઇન્ડીયા, હીરો મોટોકોર્પ, કોટક બેંક, રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, અને ટાટા સ્ટીલ લાલ નિશાનથી નીચે જોવા મળી રહ્યા છે. આ પ્રકારે નિફ્ટીમાં એશિયન પેન્ટ, ડો. એડ્ડી, આઇશર મોટર્સ, ભારતીય એરટેલ, સિબલા અને મારૂતિ સુઝુકીના શેરમાં ઘટાડો છે.

કોરોનાવાઇરસ ને લઈને ભારત હવે સતર્ક થયું છે અને વિશ્વમાં પણ તેનો હાહાકાર છે અને મુંબઈ સરકારે પણ આજે એક મિટિંગ બોલાવીને બજેટ સત્ર પણ ટૂંકાવી નાંખ્યું છે અને હવે આઈ પી એલ જેવી ટુર્નામેન્ટ પણ રમાશે કે નહિ તે નક્કી નથી ત્યારે મારકેવટમાં હજુ વધુ ખરાબ દિવસો આવે તેવા ચિન્હો અત્યારે મળી રહ્યા છે.

કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં પ્રસરતાં વૈશ્વિક બજાર પર મંદીની આશંકાઓથી કરન્સીમાં નબળાઇ જોવા મળી છે. રૂપિયો ગત સત્રમાં મજબૂતી સાથે 73.64 રૂપિય પ્રતિ ડોલર પર બંધ થયો હતો, પરંતુ વૈશ્વિક બજારમાંથી મળેલા સંકેતો અને કોરોના વાયરસને લઇને ઘરેલૂ બજારમાં ડરના લીધે રૂપિયામાં ફરીથી નબળાઇ આવી છે.

બુધવારે અને આજે પણ વિશ્વના તમામ સ્ટોક માર્કેટમાં વેવાચવાળી જોવા મળી છે અને તેને કારણે આજે બેન્ક નિફટી પણ બે વર્ષની સૌથી નીચલી સપાટીએ આવી ગયો છે.બુધવારે અમેરિકી શેર બજારમાં જોરદાર ઘટાડો નોધાયો છે. બેંચમાર્ક ડાઉ જોન્સ 1400 પોઇન્ટથી વધુ સરક્યો, જેથી સંકેત લેતાં એશિયાઇ બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સિંગાપુર એક્સચેંજ પર નિફ્ટી ફ્યૂચર્સ લગભગ 4 ટકાથી વધુનો ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યા હતા. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તેના લીધે ભારતીય શેર માર્કેટમાં પણ અસર પડશે.

આજે રિલાયન્સ પણ 90 રૂપિયાથી વધારે ઘટ્યો છે જયારે ટીસીએસ 180 રૂપિયા થી પણ વધારે ઘટ્યો છે.પીવીઆર પણ આજે 188 રૂપિયા ઘટ્યો છે.બજાજ ફિન્સર્વ,બજાજ ફાઇનાન્સ અને ઓટોની તમામ કંપનીઓ પણ નીચલા ભાવે ટ્રેડ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here