કોરોનાવાઇરસના ભય અને વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય શેર બજાર આજે ફરી ધડામ દઈને નીચે પડ્યું હતું અને માર્કેટ બંધ આવ્યું ત્યારે સેન્સેક્સ 1700 પોઇન્ટ નીચે બંધ આવ્યું હતું જયારે નિફટીમાં પણ 498 પોઇન્ટ નીચે બંધ આવ્યું હતું આજે સવારે માર્કેટ વધારા સાથે શરુ થયું હતું પણ થોડી તેજી સાથે શરુ થયેલું માર્કેટ થોડો સમય જ તાક્યું હતું અને ત્યારબાદ ચોતરફ વેચવાલી જોવા મળતા સેન્સેક્સ અને નિફટી અને બેન્ક નિફટી પણ ફરી એક વખત પડ્યું હતું આજે માર્કેટના તમામ સેક્ટરના શેરની પીટાઈ કરી હતી જેમાં ટેલિકોમ સેક્ટર,બેન્કિંગ સેક્ટર,આઈ ટી સેક્ટર માં પણ ભારે ગિરાવટ જોવા મળી હતી. સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં જોરદાર પીટાઈ જોવા મળી હતી જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,આઈસીઆઈસીઆઈ બેન્ક,ઇન્ડુસઇન્ડ બેન્ક,એક્સિસ બેન્ક સહિતની બેંકોમાં જોરદાર વેચાવલાઈ જોવા મળી હતી કોરોના નો ડર અને ખાસ કરીને અમેરિકા,ઇટાલી અને અન્ય યુરોપિયન દેશોમાં તે આગળ વધી રહ્યો છે અને તેને કારણે વિશ્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ થઇ રહ્યા છે તે જોતા ભારતીય માર્કેટ પણ પડી રહ્યા છે.
આજે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 1709 પોઇન્ટ નીચે આવી જતા 28,869 પોઇન્ટ પર બંધ આવ્યો હતો અને નિફટી 498 પોઇન્ટ નીચે આવી જતા 6468 પર બંધ આવ્યો હતો.જયારે બેન્ક નિફટીમાં 1574 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું