ગત સપ્તાહમાં બજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે કોરોનાના કહેર વચ્ચે અને ગ્લોબલ સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખુલતાની સાથે જ કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાડો જોવા મળી રહ્યો છે. જો કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર મજબુતાઈ જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ મજબૂત 0.30 ટકાના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
આજે બજારમાં ખાસ કરીને શરૂઆતમાં જ બેન્કિંગ, ઓટો, ફાઇનાન્સિયલ, એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ નબળાઇ જોવા મળી રહી છે. તો સાથે સાથે ફાર્મા અને મેટલ શેરોમાં કેટલીક ખરીદી જોવા મળી રહી છે. બેન્કના શેરના દબાણને કારણે, બેંક નિફ્ટી 1.16 ટકાની નબળાઈ સાથે 19,682.85 પર જોવા મળી રહ્યો છે.
કેટલાક સેક્ટરમાં થોડી મજબૂતીના સ્નાકેટો જણાવાઈ રહ્યા છે તેમ છતાં હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 430 પોઈન્ટ એટલે કે 1.4 ટકાની નબળાઈ સાથે 30,735ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટીના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં 95 પોઇન્ટ એટલે કે 1.03 ટકાની નબળાઈ સાથે 9,020ની આસપાસ કારોબાર કરી રહ્યા છે.