નવા સપ્તાહની શરૂઆતમાં શેર બજાર તેજી સાથે શરુ થયું હતું પરંતુ તાકી શક્યું ન હતું આજે ભારત દ્વારા કેટલાક ઉદ્યોગને શરુ કરવાની આંશિક છૂટ આપવામાં આવી હતી. તેને કારણે માર્કેટમાં શરૂઆતી તેજી જોવા મળી હતી અને બેન્ક નિફટીમાં પણ તેજી જોવા મળી હતી.પરંતુ 30 મિનિટમાં અંદર બજારે પોતાની તેજી ગુમાવી દીધી હતી.
અત્યારે 10:15 વાગે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ માત્ર 52 પોઇન્ટ ઉપર છે અને 31641 પર ટ્રેડ કરી રહ્યો છે જયારે નિફટી માત્ર 15 પોઇન્ટ ઉર છે અને હાલ 9283 પર ટ્રેડ કરી રહ્યો છે.
આજે સવારે એચડીએફસી બેન્કના તમામ શેરોમાં તેજી જોવા મળી હતી તો સાથોસાથ બેટરી,કુલર,એર કન્ડીશંડ અને વી ગાર્ડ જેવા શેરોમાં તેજી જોવા મળી હતી જયારે વેન્કીમાં ફરી વખત 5 % ની સર્કિટ લાગી હતી.
મુથુટ ફાઇનાન્સ અને મંનપુરમ માં પણ તેજી જોવા મળી હતી.અદાણી અને બીઈએમ એલ માં પણ તેજી જોવા મળી હતી.સિમેન્ટ અને પેટ્રોલ કંપનીના ભાવમાં પણ થોડી કરીદારી જોવા મળી હતી