રિલાયન્સ અને ફેસબુક વચ્ચે કરારના પગલે આજે ભારતીય શેરબજારમાંપોઝિટિવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીએ શરૂઆતી તેજી દેખાડી હતી પરંતુ ત્યારબાદ બજારની ચાલ સપાટ જોવા મળી રહી છે અને નિફટી અને સેન્સેક્સમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે.
અત્યારે 10:10 વાગે આ લખાઈ છે ત્યારે સેન્સેક્સ 51 પોઇન્ટના વધારા સાથે 30683 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફટી 9 પોઇન્ટ નીચે ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને 8971 પર ટ્રેડ કરી રહ્યો છે.
ગઈકાલે પણ માર્કેટમાં રિલાયંસમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરનો ભાવ 1339 સુધી પહોંચ્યો હતો જોકે ત્યાર બાદ થોડી નફા વસૂલી જોવા મળી રહી છે.બેન્ક નિફટીમાં પણ મંદી જોવા મળી રહી છે.સરકારી અને પ્રાઇવેટ બંને બેન્કિંગ સેક્ટરમાં આજે નરમાઇ જોવા મળી રહી છે.જોકે આજે પણ ફાર્મ શેરોમાં તેજી જોવા મળી છે અને ડો.રેડ્ડી લેબોરેટરીઝમાં આજે પણ તેજી જોવા મળી રહી છે.
ક્રૂડના ભાવમાં સારી રિકવરી આવી છે. ગઈકાલે સાડા છ ડોલરના ઘટાડા પછી,ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ફરી $14ની નજીક આવી ગયો છે. બ્રેન્ટના ભાવ $20ની નજીક જોવા મળે છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે તેલ ઉત્પાદકોને મદદની ખાતરી આપી છે.