30 જાન્યુઆરીએ ભારતમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ કેરાલામાં નોંધાયા બાદ ભારતમાં માર્ચ 1`5 સુધી કોરોના દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હતી પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધવા લાગી હતી અને સંખ્યા 20,000ને પર નીકળી ગઈ હતી પણ સાથોસાથ હવે એક સારા સમાચાર પણ આવી રહ્યા છે. કોરોનાવાઇરસથી જે દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને સાજા થઈને ઘરે ગયા છે તેવા દર્દીઓની સંખ્યા 4,000ને પાર થઇ ગઈ છે.
ભારતમાં હાલ સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્ર,દિલ્હી અને ગુજરાતમાં છે જયારે તામિલનાડુ,આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા મોટા પ્રમાણમાં છે એકલા મહારાષ્ટ્રમાં જ કોરોના દર્દીઓની સંખ્યા 5 હજાર ઉપર પહોંચી ગઈ છે જયારે ગુજરાતમાં પણ આ સંખ્યા 2000 ઉપર જોવા મળી રહી છે જયારે તમિલ નાડુમાં 1500 ઉપર કેસ નોંધાયા છે. જયારે દિલ્હીમાં પણ 2000 ઉપર કેસ જોવા મળી રહ્યા છે.
પણ એક બાજુ કેસ વધી રહ્યા છે તો બીજી બાજુ દાખલ થયેલા દર્દીઓ પણ સાજા થવા લાગ્યા છે અને ટેવોના બે ટેસ્ટ નેગેટિવ આવતાની સાથે જ ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યા છે.આ સપ્તાહના સોમવારે જ 700 થી વધારે પોઝિટિવ દર્દીઓ નેગેટિવ થતાતેવોને રજા આપવામાં આવી હતી.મંગળવારે પણ 400થી વધારે લોકોને રાજ આપવામાં આવી હતી.
આજે ગુરુવારે સવારે ભારતની સરકારના હેલ્થ વિભાગની વેબસાઈટમાં સવારે 8 વાગ્યાના આંકડા તપાસીએ તો ભારતમાં કુલ 4,257 થી વધારે દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.હાલ ભારતમાં 16,454 એક્ટિવ કેસ છે જયારે ભારતમાં કુલ 681 મોત થયા છે.