અન્ય ઉદ્યોગ જેમ ખાંડ ઉદ્યોગને પણ કોરોનાવાઇરસને કારણે અનેક સમસ્યા અને પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતમાં આ વર્ષે પણ ડિમાન્ડ કરતા ખાંડનું ઉત્પાદન વધવા જય રહ્યું છે જયારે ખંડણી ઘરેલુ ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને અનુમાન પણ લગાવામાં આવી રહ્યું છે.અને એનું મુખ્ય કારણ મીઠાઈ,આઈસ્ક્રીમ,કોલ્ડ્રિંક્સ અને પેસ્ટ્રીમાં જે ખાંડ વપરાઈ છે તેની ડિમાન્ડમાં બહુજ મોટો ઘટાડો આવ્યો છે.સાથોસાથ વિશ્વભરમાં પણ ખાનની ડિમાન્ડ ઘણી જ ઓછી હોવાથી ખાંડના ભાવ પણ નીચે જોવા મળી રહ્યા છે અને તેને કારણે ખાંડનું એક્સપોર્ટ પણ અસરગ્રસ્ત રહી શકે છે.
આવી પરિસ્થિતિ અને ચુનોતીઓનો સામનો કેવી રીતે કરી શકાય અને ક્યાં કાર્યો પર એક વિકલ્પ તરીકે કામ કરી શકાય તે માટે 29 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય સુગર સંસ્થાન દ્વારા ‘’Impact of Covid-19 on Indian Sugar Industry’’ ના વિષય પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ વેબિનારમાં રાષ્ટ્રીય સુગર સંસ્થાનના ડિરેક્ટર પ્રોફ।નરેન્દ્ર મોહન પોતાના વિચારો રાખશે અને દેશ વિદેશના લોકોના સવાલોના જવાબ પણ આપશે આ વેબિનારમાં દેશ વિદેશથી 500થી વધુ લોકોના રજીસ્ટ્રેશન થઇ ચુક્યા છે.