સુગર ઉદ્યોગ સાથે જોડાયેલા કર્મચારીઓ અને મિલમાં કામ કરતા કર્મચારીઓ માટે વિકટ સમયનો સામનો કરવો પડી રહ્યો છે. મિલ બંધ થઇ જવાને કારણે બહારના જિલ્લાના ડઝનથી પણ વધારે કર્મચારીઓ લોકડાઉનને કારણે ફસાઈ ગયા હતા.પરંતુ બે મહિનાનો પગાર ન મળતા અને પગારમાં પણ કાપ મૂકી દેવાતા નારાજ કર્મચારીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના દફતરની સામે ભારે સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યા હતા.
પુરનપૂર સહકારી ખાંડ મિલમાં ક્રશિંગ કામગીરી 15 એપ્રિલના રોજ સમાપ્ત થઇ ગઈ હતી.અને બહારના જિલ્લાના આવેલા કર્મચારીઓ તુરંત પોતાના વતન જતા હોઈ છે.પરંતુ લોકડાઉનને કારણે આ કર્મચારીઓ પોટરના ઘરે જઈ શક્યા ન હતા.સુગર મિલમાં દેવરિયા,ગોરખપુર અને કુશીનગરના લગભગ 63 કર્મચારીઓ ફસાયેલા છે.અધિકારીઓને કીધા બાદ આ માર્કંચારીઓને ઘરે મોકલવામાં આવ્યા ન હતા
જેને કારણે સોમવારે ડઝનથી પણ વધારે કર્મચારીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના આવાની બહાર સોસીયલ ડિસ્ટન્સ રાખીને ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું।કમર્ચારીઓ જણાવ્યુ હતું કે તેઓને બે મહિનાનું વેતન અને ત્રણ મહિનાના ઓવર ટાઈમ કામ કરવાના નાણાં આપ્યા નથી.અને સાથોસાથ એક દિવસનું વેતન પણ કાપી લેવામાં આવ્યું છે.કામ વગરના બેઠેલા આ કર્મચારીઓ પોતાના નાણાં માંથી હાલ ગુજરાન ચલાવી રહ્યા છે.કર્મચારીઓએ પોતાના ઘરે જવા અને બાંકી નાણાં ચૂકવી દેવાની માંગ કરી છે.વિરોધ કરનારાઓમાં દુર્યોધન, રામેશ્વર, મનોજ પાંડે, ચંદ્રિકા અનિરુધ રાય, રવિન્દ્ર રાય, શ્રીકાંત, ગામા વગેરે ડઝનેક કર્મચારીઓ હાજર હતા.