બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ ગેસોલીન પર Cide ટેક્સ વધારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ઇથેનોલ ઉદ્યોગને મદદ કરવા માટે હું ગેસોલિન પર Cide ટેક્સ વધારી શક્યો નહીં.
બ્રાઝિલના કૃષિ પ્રધાન,ટેરેઝા ક્રિસ્ટિનાએ અગાઉ કોરોના સંકટ દરમિયાન ઇથેનોલની નબળા માંગને ધ્યાનમાં રાખીને શેરડી ઉદ્યોગના સમર્થનમાં Cide ટેક્સ વધારવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ કહ્યું કે, હાલના સમયે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન થઈ રહ્યું છે. નિર્માણ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. કર્મચારીઓના પગાર કાપવામાં આવી રહ્યા છે. લોકોની નોકરીઓ દાવ પર છે. આવી સ્થિતિમાં ઇથનોલ ક્ષેત્રને મદદ કરવા માટે Cide ટેક્સમાં વધારો કરવો યોગ્ય રહેશે નહીં.
રાષ્ટ્રપતિએ કહ્યું કે અમારા કૃષિ પ્રધાન તેરેઝા ક્રિસ્ટીના અને માઇન્સ અને ઉર્જા પ્રધાન બેન્ટો આલ્બુકર્ક્વે Cide ટેક્સ વધારા માટે લોબિગ કરી છે, જ્યારે આર્થિક પ્રધાન પાઉલો ગેડેસે આ પ્રકારના ટેક્સ વધારા સામે વિરોધ દર્શાવ્યો છે.