ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે ભારત સરકારે લોકડાઉન બે સપ્તાહ વધારી દીધાની જાહેરાત કરી હતી પણ ત પૂર્વે જ મહારાષ્ટ્રએ 31 મેં સુધી લોકડાઉન વધારી દેવાની જાહેરાત કરી દીધી હતી. હાલ કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર પર જોવા મળી રહી છે અને તેમાં પણ મુંબઈમાં કેસનો વધારો ઝડપથી થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં હવે કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન લંબાવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રએ રવિવારે કોરોનો વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો હતો. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે.
લોકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે રાત્રે સમાપ્ત થયો હતો. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે લોકડાઉન 4 નવા રંગ અને રૂપનું હશે, જેમાં એવી આશા છે કે તેને ઘણી છૂટછાટ મળી શકે.