કોરોનાને કારણે સુગર ઉત્પાદન કરતા તમામ દેશોમાં મુશ્કેલીનો સમય જોવા મળી રહ્યો છે.બ્રાઝીલદેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેનાથી સુગર ઉદ્યોગ પણ ચિંતિત છે. ખાંડ ઉત્પાદિત કરવા માટે ટોચનું સ્થાન ધરાવતા બેઅઝીલ દેશમાં પણ સુગર અને ઈથનોલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકશાન જવાની સંભાવના છે..
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 11,687 નવા કોરોનો વાયરસના કેસ નોંધાયા છે, જે દેશના કુલ કેસની સંખ્યા 3,74,898 પર પહોંચી છે.
લેટિન અમેરિકન દેશમાં છેલ્લા 24 કલાકમાં 807 લોકોનાં મોત નોંધાયા છે. આ સાથે, મૃત્યુઆંક વધીને 23,473 પર પહોંચી ગયો છે. બ્રાઝિલ હવે કોરોનોવાયરસ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પછી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.
કોરોનાને કારણે દેશના ઇથેનોલ અને સુગર ઉદ્યોગને ખૂબ નુકસાન થયું છે. ઇથેનોલ ઉદ્યોગને થયેલા નુકસાનને કારણે હવે દેશની મિલો ખાંડના ઉત્પાદનમાં વધુ ધ્યાન આપી રહી છે.