વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ આ દાયકાના સૌથી તળિયે પહોંચ્યા છે અને જે રીતે વિશ્વભરમાં ખાંડનું ઉત્પાદન વધી રહ્યું છે તે જોતા ખાંડના ભાવ હજુ પણ નીચે જવાની શક્યતા જોવા મળી રહી છે.
આ વર્ષે, ભારત, કે જે ખાંડના ઉત્પાદનમાં વિશ્વભરમાં બીજા નંબરે છે અને થાઈલેન્ડ કે જે ઉત્પાદનમાં વિશ્વભરમાં ચોથા નંબરે છે તે બંને દેશમાં ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થયું છે અને આ બંને દેશમાં ખાંડનો સ્ટોક સરપ્લસ હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખાંડના ભાવ તળિયે પહોંચી ગયા છે.
યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ 2017-18 માર્કેટિંગ વર્ષમાં વૈશ્વિક ખાંડનું ઉત્પાદન 187.6 મિલિયન મેટ્રિક ટનના રેકોર્ડ સ્તર સુધી પહોંચવાનો અંદાજ છે. વિશ્વભરમાં ખાંડના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે તેને કારણે વૈશ્વિક માર્કેટમાં આ 17 કહ મેટ્રિક ટન ખાંડ સરપ્લસ હોવાને કારણે ઈમ્પોર્ટ અને એકપૉર્ટ કરતા દેશોને પણ અસર પહોંચી છે.
2018-19ના માર્કેટિંગ વર્ષ માટે ખાંડ વપરાશ 15.7 મિલિયન ટન પર યથાવત રહેવાની ધારણા છે,પરંતુ એફ એ ઓ ના જણાવ્યા અનુસરે જે રીતે વિશ્વભરમાં ખાંડ ને હેલ્થ સાથે જોડી દેવામાં આવી છે અને ખાંડની જગ્યા પર હવે સ્વીટનર પણ માર્કેટમાં ઉપલબ્ધ બન્યા છે ત્યારે ખાંડનો વપરાશ ઘટે તેવી આશંકા પણ જોવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિ અને વૈશ્વિક ચિત્ર વચ્ચે ઉભરતી બજારમાં હાલ ચિંતાનો સુર વ્યક્ત થઇ રહ્યો છે અને ઓછી માંગ અને અપેક્ષા સાથે બજાર આગળ વધશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે અને જે રીતે લાંબા ગાળામાં પણ ખાંડ સરપ્લસ થવાની ભીતિને કારણે ખાંડના ભાવતો હજુ વધુ ઘટશે તેવું જાણકારો જણાવી રહ્યા છે પણ સાથોસાથ પ્રોડક્શન પર પણ અસર કરશે.