વિશ્વમાં અમેરિકા પછી કોરોનાની સૌથી વધુ અસર બ્રાઝીલ પર થઈ છે.અહીં કોરોના વાઇરસની અસર દિવસે ને દિવસે વધતી જાય છે.હાલ કોરોનાએ શેરડીના શ્રમિકોને પણ પોતાના ભરડામાં લઇ લીધા છે.એક રિપોર્ટ અનુસાર બ્રાઝિલના સાઓ પાઉલો રાજયના કેપિવેરીએશન નગરપાલિકા ક્ષેત્રની શુગર કંપની રાયઝેનના કુલ 53 શ્રમિકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.શહેરના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે કોરોનાથી સંક્રમિત શ્રમિકોને સામુહિક આવાસોમાં અલગ કોરંટીન કરાયા હતા જેથી કોરોનાનાં પ્રભાવથી બીજા લોકોને બચાવી શકાય.
સ્થાનિક સરકારના જણાવ્યા મુજબ કોરોનાથી સંક્રમિત શ્રમિકોનું દિવસમાં બે વખત સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે અને સતત તેઓમાં આવતા ફેરફારોની નોંધ રાખવામાં આવે છે.આ શ્રમિકો ગ્રામીણ શ્રમિક સંઘના સભ્યો છે.