કોવિડ-19ના કારણે લોક ડાઉન લાગુ પડ્યા બાદ મંડ્યા જિલ્લામાં ગોળનું ઉત્પાદન લગભગ 30%જેટલું ઓછું થઈ ગયું છે.ગોળ ઉત્પાદનના કુશળ કારીગરોના પોતાના વતન પાછા ફરવાથી ગોળ બનાવવાની કંપની અત્યારે બંધ થઈ છે. લોક ડાઉનની જાહેરાત બાદ 539 રજીસ્ટર થયેલ કંપનીઓમાં લગભગ 30% ઉત્પાદન બંધ થવા આવ્યું છે.મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ,બિહાર અને અન્ય પૂર્વોત્તર રાજ્ય,ઉત્તર કર્ણાટક ક્ષેત્રના છે.પાંડવપુરાના ચીકકમારાલી નજીક એક ગોળ કંપનીના માલિકે જણાવ્યું કે આ બધા મજૂરોમાં મોટા ભાગના મજૂરો પોતાના વતન પાછા ફરી ગયા છે.
માંડ્યાના કૃષિ ઉત્પાદન બજાર સમિતિ(એપીએમસી)ના સચિવ વાય.નાંજુદસ્વામીએ જણાવ્યું હતું કે 25 માર્ચ થી 10મે વચ્ચે ગોળની આવક 83,000 કવીંટલની આસપાસ હતી. જ્યારે હાલ આ સમયમાં આવક ઘટીને 58,000 કવીંટલ થઈ ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે આવનારા દિવસોમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે. ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશના વેપારી મુખ્ય ખરીદનાર છે. ગોળ કંપનીના એક માલિકે જણાવ્યું કે શેરડીની સફાઈ,કાપણી વગેરે કામો માટે સ્થાનિક લોકોને કામ પર રાખવામાં આવે છે જ્યારે ગોળના રસને ઉકળવા તેમજ ગોળ બનાવવાના કામમાં કુશળ શ્રમિકોને કામ પર રાખવામાં આવે છે જે મુખ્યત્વે ઉત્તરપ્રદેશ,બિહાર અને પૂર્વોત્તર રાજ્યોના હોય છે.