નવી દિલ્હી
આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના રેકોર્ડ ઉત્પાદનને કારણે ખાંડના ભાવ ભારે ઘટી રહ્યા છે અને દિવસેને દિવસે ખાંડના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ઘટી રહેલા ભાવને કારણે નિકાસ કરવી એ ખોટનો સોદો સાબિત થઇ શકે છે.ઘટી રહેલા ભાવને કારણે ખાંડનું નિકાસ સાવ ઠપ્પ પણ થઇ ગઈ છે. ભારતમાં ખાંડના બમ્પર સ્ટોકને કારણે 20 લાખ ટન ખાંડ એક્સપોર્ટ કરવનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ અત્યારસુધીમાં માત્ર 5 લાખ ટન ખાંડ જ નિકાશ થઇ શકી છે ત્યારે હવે સરકારને પણ નિકાશની સમય મર્યાદા વધારવા માટે મજબુર થવું પડ્યું છે.
ભારતીય બજારમાં પણ માંગ ઘટી
સ્ટોકિસ્ટ અને અન્ય વિક્રેતાની માંગમાં પણ ભારે ઘટાડો આવતા ખાંડની ઘરેલુ માર્કેટમાં ડિમાન્ડ ઓછી જોવા મળી રહી છે.સાથોસાથે આઈસ્ક્રીમ,કન્ફેક્શનરી અને અન્ય ખાંડની જરૂરિયાત જે ઇન્ડસ્ટ્રીને પડી રહી છે તેમના દ્વારા પણ ખાંડના ભાવ ઘટે તેવા દબાણ થઇ રહ્યા છે.દેશમાં દર વર્ષે 250 લાખ મેટ્રિક ટન ખાંડની જરૂરિયાત હોઈ છે અને તેની સામે 300 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું છે.આ વર્ષે વધારે ઉત્પાદનથી શેરડીના ખેડૂતો અને મિલ માલિકોને પણ નુકશાન થઇ રહ્યું છે ત્યારે સરકારે પણ 20 લાખ ટન ખાંડ નિકાશ કરવાની છૂટ તો આપી પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ તળિયે છે ત્યારે નિકાશ કરવી પણ શક્ય નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ પ્રતિ કવીન્ટલ 1600 થી 1800 રૂપિયા છે જે ભારતનીબજાર કરતા પણ ઓછા હોવાને કારણે સરકારની નિકાશ કરવાની પોલિસી સફળ થઇ નથી
આઈસીઆરએ રિપોર્ટ શું કહે છે
આઈસીઆરએની એક રિપોર્ટ અનુસાર 2017-18ના ઓક્ટોબરથી સપ્ટેમ્બરના રિપોર્ટ અનુસાર ખાંડનું ઉત્પાદન 32.25 મિલિયન ટન ની સાથે રેકોર્ડ ઊંચાઈ પર થવાની શક્યતા છે.1 ઓક્ટોબરથી શરુ થનારી ખાંડની સીઝનમાં ખાંડનું ઉત્પાદન ઘણું વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.અને ફરી ખાંડ મિલોનું નુકશાન વધે તેવી વાત પણ કરવામાં આવી રહી છે.ખંડણી ઘટતી જતી કિમંત અને શેરડીના ઉત્પાદનમાં થતા ખર્ચના આંકડા વધવાની શક્યતાને કારણે ખાંડ મિલોના નફામાં પણ ઘટાડો આવી શકે તેમ છે.આવનારા દિવસોમાં ખાંડના માલિકોને સરકારના રાહતની ફરી જરૂર પડે તેવું પણ લાગી રહ્યું છે.ખાંડ ઉદ્યોગે તો ઉત્તર પ્રદેશની સરકાર પાસેમદદની અપીલ તો કરી જ દીધી છે અને સરકાર પણ ટૂંક સમયમાં પોઝિટિવ નિર્ણય લે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.