ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતમાં લોકડાઉં ફરી લાવાની જે વાત આવે છે તે માત્ર અફવા જ છે અને ગુજરાત સરકારની લોકડાઉન ફરી અમલી બનાવની કોઈ યોજના નથી તેવી વાત કર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ વાતને લઈને સ્પષ્ટતતા કરી છે.મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં કોઈ ઘટાડો થતો નથી અનેદરરોજ નવા કેસો સામે આવી રહ્યા હોવાથી રાજ્યમાં ફરીથી લોકડાઉન કરવા ચર્ચાઓ તીવ્ર બની છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકારે આવા કોઈ આદેશ જારી કર્યા નથી. તેમણે લોકોને અફવાઓ ટાળવા અને સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી.
લોકડાઉનની અમલવારીની અફવાઓ પર આરામ મૂકીને મુખ્ય પ્રધાન ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે રાજ્ય સરકારે 15 જૂનથી લોકડાઉન ફરીથી લાગુ કરવાનો કોઈ આદેશ જારી કર્યો નથી. જો કે, સાવચેતીના ભાગ રૂપે લોકોએ ભીડને ટાળીને સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. માત્ર મુંબઈ જ નહીં પરંતુ અગાઉ 15 જૂનથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે તેવી ચર્ચા થઈ હતી.
દિલ્હીમાં તાળાબંધીની ચર્ચા
દિલ્હી સરકારે પણ તેના પછી એક નિવેદન જારી કરીને તેનો ઇનકાર કર્યો હતો. દિલ્હી ભારતના કોરોનાથી પ્રભાવિત ટોચના ત્રણ રાજ્યોમાં શામેલ છે. આ મામલામાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. અહીં એક જ દિવસમાં હજારો નવા કેસ આવી રહ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા એક લાખની નજીક પહોંચી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 3607 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને, 97,648 થઈ ગઈ છે. ગુરુવારે, 24 કલાકમાં 152 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.