વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ બ્રાઝિલમાં ફરી ખાંડનું ઉત્પાદન વધવા જય રહ્યું છે. બ્રાઝિલે ઇથેનોલની જગ્યાએ ખાંડના ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે દેશના મુખ્ય સુગર બેલ્ટની મિલો મેના અંતમાં શક્ય તેટલી ખાંડનું ઉત્પાદન કરી શકે છે. જેના કારણે એક વર્ષ અગાઉ ખાંડના ઉત્પાદનની તુલનામાં આ સિઝનમાં ખાંડનું ઉત્પાદન 60 ટકાથી વધુ વધ્યું છે. બ્રાઝિલના આ વલણથી ભારત સહિત અન્ય વૈશ્વિક ખાંડ ઉત્પાદક દેશોમાં ખાંડના વેચાણ માટેની સખત સ્પર્ધા થઈ શકે છે.
શેરડી ઉદ્યોગ જૂથ યુનિકાએ જણાવ્યું હતું કે, નવા પાકના પહેલા બે મહિનામાં બ્રાઝિલિયન મિલોમાં 8 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષે 4.8 મિલિયન ટન હતું.
વિશ્વમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધુ અસર યુએસ અને બ્રાઝિલમાં થઈ રહી છે, જે ખાંડના ઉત્પાદક દેશોમાંનો એક છે. કોરોનાને કારણે દેશના ઇથેનોલ ઉદ્યોગને ઘણું નુકસાન થયું છે. ઇથેનોલ ઉદ્યોગને થયેલા નુકસાનને કારણે હવે દેશની મિલો ખાંડના ઉત્પાદનમાં વધુ ધ્યાન આપી રહી છે.