વિશ્વવ્યાપી કોરોના વાયરસના કહેર વચ્ચે યોગગુરુ બાબા રામદેવે કોરોના વાયરસની આયુર્વેદિક દવા બનાવવાનો દાવો કર્યો છે. પતંજલિના યોગગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણે પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદમાં વૈજ્ઞાનિકો , ડોકટરો, રિસર્ચમાં સામેલ સંશોધકો પણ હાજર હતા. કોરોનાને મહાત આપનાર આ દવાનું નામ કોરોનીલ આપવામાં આવ્યું છે.
રામદેવે કહ્યું કે, સંપૂર્ણ વૈજ્ઞાનિક તેમજ પુરાવા આધારિત શ્વાસારિવટી કોરોનીલ એ કોરોના બેઇઝ પ્રથમ આયુર્વેદિક ઔષધિ છે. પતંજલિના જણાવ્યા અનુસાર, આ સંશોધન પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પીઆરઆઈ) હરિદ્વાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એનઆઈએમએસ), જયપુર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. દવાની બનાવટ દૈવી ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહી છે.
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, આજે અમને એ જણાવતા ગર્વ થાય છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક, ક્લિનિકલી નિયંત્રિત, અજમાયશ, પુરાવા અને સંશોધન આધારિત દવા પતંજલિ સંશોધન કેન્દ્ર અને એન આઈએમએસના સંયુક્ત પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે. . અમે આ દવા પર બે પ્રયાસો હાથ ધાર્યા છે, ક્લિનિકલ અભ્યાસ 100 લોકો પર કરવામાં આવ્યો હતો,જેમાં 95 લોકોએ તેમાં ભાગ લીધો હતો. 3 દિવસમાં 69 ટકા દર્દીઓ સાજા થયા, 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા.
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે, આજે પતંજલિ પરિવાર માટે ખૂબ જ મોટો દિવસ છે. માનવતાની સેવામાં નમ્ર પ્રયાસ પૂર્ણ થવાની ખુશી આજે તમારી સાથે વહેંચવાનો અમને આનંદ છે. પતંજલિના તમામ જ્ઞાનિકો,એનઆઈએમએસ યુનિવર્સિટીના ડો.બલવીરસિંઘ અને તમામ ડોકટરોને અભિનંદન, તમારા પ્રયત્નો આજે સાકાર થયા છે. આયુર્વેદ હવે તેનો ભૂતકાળનો વૈભવ પ્રાપ્ત કરીને સશક્ત બનશે. બાલકૃષ્ણે કહ્યું કે પતંજલિ એ સેવાનું બીજું નામ છે, તે શબ્દો દ્વારા નહીં પણ કાર્ય દ્વારા પ્રતિબિંબિત થાય છએ.ભગવાનની કૃપા છેરામદેવજીનું નેતૃત્વ દરેકને ઉર્જા આપે છે., આપણે તો નિમિત્ત માત્ર છીએ.
દેશમાં ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા 4 લાખ 40 હજારને વટાવી ગઈ છે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 4 લાખ 40 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 14 હજાર 933 નવા કેસ નોંધાયા છે અને 312 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયની છેલ્લી માહિતી અનુસાર, કોરોનામાં અત્યાર સુધીમાં 4 લાખ 40 હજાર 215 લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 14011 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે લાખ 48 હજાર 190 લોકો સાજા પણ થયા છે.
વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ કોરોના ચેપની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા પછી કોરોના રોગચાળામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં ભારત ચોથા સ્થાને આવી ગયું છે. ભારત કરતા વધુ કેસો અમેરિકા (2,388,153), બ્રાઝિલ (1,111,348), રશિયા (592,280) માં છે. તે જ સમયે, ભારતમાં વધતા જતા કેસોની ગતિ વિશ્વમાં ચોથા ક્રમે છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.