નવી દિલ્હી: સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) છેલ્લા 17 દિવસથી ઇંધણના ભાવમાં વધારો કરી રહી છે અને ઇતિહાસમાં પહેલીવાર, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બુધવારે ડીઝલની કિંમતો પેટ્રોલને વટાવી ગઈ છે.
આજના વધારા પછી દિલ્હીમાં ડીઝલ 80 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. દિલ્હીમાં આજે ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.02 રૂપિયા છે જ્યારે પેટ્રોલની કિંમત 79.92 રૂપિયા છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 0.16 પૈસા અને ડીઝલના ભાવમાં 0.14 પૈસાનો વધારો થયો છે.