એકબાજુ ભારત ખાંડ ઉત્પાદિત સૌથી મોટો દેશ થવા જઈ રહયો છે, ત્યારે વિશ્વનો નંબર વન દેશ બ્રાઝિલની ખાંડની નિકાસ વર્ષ 2018-19 માં 28.6 ટકા ઘટીને 22 મિલિયન ટન થવાની સંભાવના છે. આ માટે મુખ્ય કારણ સાઉથ અમેરિકન દેશે ઇથેનોલ ઉત્પાદન વધારવા માટે સુગર ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, એવું એક વરિષ્ઠ ખાંડ ઉદ્યોગના અધિકારીએ જણાવ્યું હતું.
એશિયા બ્રાઝિલ એગ્રો એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ માર્કોસ એસ. જેન્ક જણાવે છે કે, આગામી સિઝનમાં બ્રાઝિલનો ખાંડનું ઉત્પાદન લગભગ એક ક્વાર્ટર ઘટીને 31 મિલિયન ટન થઈ શકે છે. જોકે દેશના ઇથેનોલ ઉત્પાદન 25 અબજ લિટરથી 30 અબજ લિટર સુધી પહોંચી શકે છે, માર્કોસ એસ.જેન્ક દ્વારા જાણવામાં આવ્યું હતું.
એક બાજુ ઇંધણમાં ભાવ વધી રહ્યા છે અને ખાંડના ભાવ ન્યુયોર્કમાં છેલ્લા 10 વર્ષના તળિયે છે, ત્યારે બ્રાઝિલના ખાંડ મિલ માલિકોને હવે આ બિઝનેસમાં ખાસ વળતર દેખાતું ન હોવાનું પણ મંતવ્ય પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.