નાયબ મુખ્ય મંત્રીએ સંજીવની મિલ અંગે મુખ્ય મંત્રી સાથે બેઠક કરાવી દેવાની ખાતરી બાદ આંદોલન મોકૂફ

પોંડા: નેતા રાજેન્દ્ર દેસાઈની આગેવાની હેઠળ સંજીવની સુગર મિલના ખેડુતોએ નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત બાબુ કવલેકર દ્વારા મુખ્યમંત્રી સાથેની બેઠકની ખાતરી અને આશ્વાસન મળ્યા બાદ તેમની સમસ્યાઓ અંગે બુધવારે તેમનું આંદોલન પાછું ખેંચ્યું હતું. નાયબ મુખ્ય મંત્રીએ શેરડીની હાર્વેસ્ટિંગ માટે ટન દીઠ 600 રૂપિયા લેબર ફી ચૂકવવાની ખાતરી પણ આપી હતી.

વહેલી સવારે સુગર મિલ પરિસરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન, ખેડુતોએ રાજ્ય સરકાર પર તેમની ફરિયાદો નહિ સાંભળવાની અને સંજીવની મિલના ભાવિ અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરવાનો આરોપ મૂક્યો હતો. ખેડુતોએ કહ્યું હતું કે, સરકાર શેરડીના ખેડુતો સાથે વાળા આપીને ફરી જતી રહી છે, જેના કારણે ખેડુતોએ બુધવારથી માનવ સાંકળ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા લેખિત ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનકારીઓએ પોતાનું આંદોલન પાછું નહીં લેવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here