નૈરોબી: કેન્યામાં ખાંડની આયાતમાં ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 19 ટકાનો વધારો થયો છે. સાથોસાથ જ્યારે સ્થાનિક ઉત્પાદન વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરીથી જૂન દરમિયાન ખાંડની આયાત 237,581 રહી છે જે ગયા વર્ષના સમાન ગાળામાં 200.442 ટન હતી. ખાનગી મિલો પાસેથી શેરડીના સપ્લાયની માંગમાં વધારો થવાને કારણે સ્થાનિક ઉત્પાદનમાં વધારો થયો છે. જેના પગલે સ્થાનિક ઉત્પાદન માં 22 ટકાનો વધારો થયો છે કેન્યાની બધી ખાનગી મિલોએ ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
કેન્યાની સરકારે 2 જુલાઈથી ખાંડ આયાત અટકાવી દીધી હતી. જેને કારણે સ્થાનિક ઉદ્યોગોને તેમની વધુ સસ્તી ખાંડ આયાતથી બચાવવા માંગ કરી હતી