ગુજરાતના મુખ્ય શહેર સુરતમાં શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.અનેક રસ્તાઓ જાણે તળાવ થઇ ગયા હોઈ તેવા લાગી રહ્યા હતા. મોસમ વિભાગે સુરત અનેક આસપાસના વિસ્તારોમાં બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરી છે અને વાદળો પણ છવાયેલા રહેશે.
ભારતીય હવામાન વિભાગે 14 અને 15 ઓગસ્ટના દિવસે સમ્રગ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે સાથે ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે.
ભારે વરસાદ અને પાણી ભરાઈ જતા કારણે સુરતના જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.