દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોનાં મોત, 24 કલાકમાં યુએસ-બ્રાઝિલ કરતાં વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસ કેસની સંખ્યા 26,47,664 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 57,982 નવા દર્દીઓ વધ્યા છે. રવિવારે 941 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. તે જ સમયે, અમેરિકામાં 24 કલાકમાં 36,843 કેસ નોંધાયા હતા અને 522 લોકોનાં મોત નીપજ્યાં હતાં. પાછલા દિવસે બ્રાઝિલમાં 22,365 નવા કેસ અને 582 લોકોનાં મોત થયાં છે. ચેપને કારણે અત્યાર સુધીમાં 50,921 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં, ભારતમાં દરરોજ સરેરાશ 900 લોકોના મૃત્યુ નીપજે છે.

ભારતમાં પહેલા એક લાખ કેસ માટે તેને 110 દિવસનો સમય લાગ્યો હતો, પરંતુ હવે બે દિવસમાં એક લાખથી વધુ કેસ થયા છે. છેલ્લા 90 દિવસમાં લગભગ 25 લાખ નવા કેસ નોંધાયા છે. જોકે ચેપમાંથી સાજા થયેલ દર્દીઓની સંખ્યાપણ 19 લાખને વટાવી ગઈ છે. રવિવારે 57,404 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયની નવી માહિતી મુજબ દેશમાં કોરોનાના 6,76,900 સક્રિય કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 19,19,843 લોકોની રિકવરી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here