કેન્દ્ર સરકાર દ્વારા ઈથનોલમાં ૨૫% કિમંત વધારી બાદ દેશની ખાંડ મિલોના શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી અને સતત બે દિવસ દરમિયાન લગભગ બાયર સર્કિટ લાગતા શેર બજારમાં ખાંડ મિલો ધરાવતી કંપનીના ભાવમાં ૪૦% વધારો જોવા મળ્યા બાદ મંગળવારે મુનાફવસૂલી જોવા મળી હતી અને ખાંડ મિલોના શેરમાં ૫ થી ૧૦% ના ગાબડાં પડ્યા હતા આજે બુધવારે ફરી એક વખત માર્કેટ શરુ થયું ત્યારે ખાંડ મિલોની કંપનીના શેરોમાં સવારથી લેવાલી જોવા મળતા ફરી એક વખત તેજી જોવા મળી હતી મોટા ભાગની સુગર સ્ક્રિપના ભાવ ૨ થી ૬ % નો વધારો જોવા મળ્યો હતો. એક -બે ખાંડ મિલોના શેરના ભાવના ઘટાડાને બાદ કરતા મોટા ભાગની કહન્દ મિલન ભાવ ઊંચકાયા હતા પંરતુ દેશની પ્રખ્યાત બલરામપુર ચીની,ત્રિવેણી એન્જીનીયરીંગ,શ્રી રેણુકા સુગર મિલ્સ,ધમપુર સુગર,અવધ સુગર,દાલમિયા સુગર,ઉત્તમ સુગર,દ્વારકાધીશ સુગર સહિતના કંપનીઓના શેરના ભાવ આજે પણ સારા રહ્યા હતા
આજે સુગર મિલોના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો તેમાં આંધ્રા સુગરમાં ૩ % નો વધારો જોવા મળ્યો હતો જયારે બાકીની કંપનીઓમાં પણ ૨ થી ૫ % ભાવ ઊંચકાયા હતા