સુરતની આઠવા લાઈન્સ પર આવેલી ટ્રાઈ સ્ટાર નામની હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળતાં નાસભાગ મચી ગઇ હતી. જાણવા મળતી વિગત અનુસાર હોસ્પિટલના સર્વર રૂમમાં શોર્ટસર્કિટને કારણે પ્રથમ માળે આ આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતા તુરંત સુરતના ફાયર બ્રિગેડના 10 ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ટ્રાઇસ્ટાર હોસ્પિટલ માં દાખલ થયેલા તમામ દર્દીઓને અન્યત્ર સલામત રીતે ખસેડવામાં આવ્યા છે કોઇ જાનહાનિના અહેવાલ નથી.હાલ તો ટ્રાઇસ્ટાર હોસ્પિટલ ખાતે વિવિધતંત્રનો સ્ટાફ પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
હોસ્પિટલમાં કાર્યરત તમામ ડોક્ટરોને પણ સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત અનુસાર આ હોસ્પિટલ નોન કોવિડ હોસ્પિટલ હતી. અહીં કોરોના નો કોઈ દર્દી દાખલ થયો ન હતો.આ હોસ્પિટલમાં 16 દર્દીઓને દાખલ કરાયા હતા. આ તમામને પ્રથમ શિફ્ટ કરવામાં આવ્યા હતા.દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે કે હાલ શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું જાણવા મળે છે.