ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24,661 દર્દીઓ સાજા થયા

એકબાજુથી ભારતમાં કોરોના રસી આપવા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે અને દરેક શહેરમાં 50 વર્ષથી ઉપરના લોકોનો સર્વે પણ ચાલી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોના કેસ ઘટવાનુંપણ ચાલુ છે . છેલ્લા 24 છેલ્લા કલાકમાં સમ્રગ ભારતમાં કુલ 23,069 કેસ નોંધાયા છે અને સાજા થનાર દર્દીઓની સંખ્યા કેસ કરતા વધારે જોવા મળી છે

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા 23,068 કેસથી ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1,01,46,846 પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં વધુ 336 લોકોના મૃત્યુ નિપજતા કુલ આંકડો 1,47,092 પર પહોંચ્યો છે.

જોકે છેલ્લા એક મહિનાથી કેસ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે જેને કારણે હવે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ઘટીને 2,81,919 રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારત ભરમાં વધુ 24.661 દર્દીઓ સારવાર મેળવીને ઘરે સાજા ગયા હતા.

અત્યાર સુધીમાં ભારતમાં 97,17,834 દર્દીઓ કોરોનામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here