ગુજરાતના અરવલી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં કેમિકલ ભરેલી 60 થી વધુ ટેન્કરો બળીને ખાખ થઇ ગાયના અહેવાલ આવ્યા છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર પહોંચી હતી. ટેન્કરો બળીને રાખ થઈ ગયા હતા. જો કે આગ કેવી રીતે લાગી તેનું કોઇ કારણ સામે આવ્યું નથી.
ANI અનુસાર, અરવલી જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આ આગમાં કેમિકલ ભરેલા 60 થી વધુ ટેન્કરો બળીને ખાખ થઈ ગયા હતા.
આગની ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આગની જ્વાળાઓ આકાશમાં ઉછળતી જોઈ શકાય છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી રહી છે.આગમાં લપેટાયેલા ટેન્કરો પણ જોવા મળ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર મહદઅંશે કાબૂ મેળવી લીધો હતો.