કરાચી, પાકિસ્તાન: ઈમરાન ખાન સરકાર દ્વારા ફુગાવાને કાબૂમાં લેવાના પ્રયત્નોની અસર જોવા મળી છે, કારણ કે પાછલા અઠવાડિયામાં જથ્થાબંધ અને છૂટક બજારોમાં પાકિસ્તાનમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ.15 નો ઘટાડો જોવા મળ્યો છે. જેથી સામાન્ય લોકો માટે ઘણી રાહત આપી છે. ખાંડની 50 કિલોની થેલી અગાઉના 4,750 ના દરને બદલે 4,000 રૂપિયામાં વેચાઇ રહી છે. જથ્થાબંધ બજારમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 95 થી ઘટીને રૂ. 80 થઇ ગઈ છે.કરાચીમાં જથ્થાબંધ વેપારી મંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચાલુ સપ્તાહમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો રૂ.15 નો ઘટાડો થયો છે.
તેમણે કહ્યું કે દેશમાં શેરડીની સમયસર પિલાણની જાહેરાત બાદ સરકારે ખાંડના ભાવમાં ઘટાડો જોયો છે. છૂટક બજારમાં કોમોડિટીના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે અને હવે તે 92 રૂપિયા પ્રતિ કિલોના વેપાર પર છે. કોમોડિટીઝના એક્સ-મિલ અને જથ્થાબંધ દરો છેલ્લા 10 દિવસમાં આશરે 10થી ઘટીને 12 રૂપિયા થઈ ગયા છે.